જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં કેનાલની સફાઇ કામગીરી શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરની રંગમતિ નદીના વ્હેણમાં નડતરરુપ બાવળની ઝાળીઓ પણ દૂર કરવામાં આવી હતી. જેથી ચોમાસામાં રંગમતિ નદીમાં પાણીના વ્હેણમાં કોઇ અવરોધ ન સર્જાય.
ચોમાસાની સિઝન નજીક આવી રહી હોય, જામનગરમાં ચોમાસામાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણી ભરી જતું હોય, પાણીના ઝડપથી નિકાલ માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ પ્રિમોન્સુન કામગીરી શરુ કરાઇ છે. જે અંતર્ગત રંગમતિ નદીમાં બાવળની ઝાળીઓ તેમજ અન્ય કચરા દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા પ્રિમોન્સુન કામગીરીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રંગમતિ નદીમાં વરસાદના પાણીના નિકાલ માટે અવરોધરુપ કચરા તથા બાવળની ઝાળીઓ દૂર કરવા સૂચના અપાઇ હતી. જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા જેસીબી દ્વારા રંગમતિ નદીમાંથી બાવળની ડાળીઓ અને અન્ય કચરો હટાવવા ઓપરેશન શરુ કરાયું હતું.