જામનગર મહાપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં રૂા. 50 લાખથી વધુની રકમનો ધુમાડો કરીને પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે. જેથી શહેરીજનોને ચોમાસા દરમ્યાન પરેશાનીનો સામનો કરવો ન પડે. પરંતુ જામ્યુકોની પ્રિ-મોન્સુન કામગીરી હંમેશા વિવાદાસ્પદ અને શંકાના પરિઘમાં રહી છે. આ વર્ષે પણ જામ્યુકોની આ કામગીરીની પોલમપોલ આ તસ્વીરો દર્શાવી રહી છે. ઇન્દિરા માર્ગને સમાંતર આવેલી વરસાદી પાણીના નિકાલની કેનાલ કચરાથી ખદબદી રહી છે. આ તસ્વીરો જોતાં શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી કેવી થઇ છે અને લાખોની રકમ કયાં ગઇ ? તે સમજી શકાય તેમ છે. સારૂં છે આ વર્ષે શહેરમાં ભારે વરસાદ નથી થયો નહીં તો આવી કેનાલોની શું હાલત થઇ હોત ?