જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતની 267 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે, જેને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા જાહે2 નામાની અમલવારીની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર જિલ્લામાં શાંતિમય રીતે ચૂંટણી યોજાય તેમજ મતદાનની પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે અટકાયતી પગલાં લેવાનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
જેમાં પંચકોશી એ ડિવિઝન માં 97 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા છે, જ્યારે 40 હથિયારો જમા કરાવાયા છે. જોડીયા પોલીસ સ્ટેશન દ્વારા 82 ની અટકાયત કરાઈ છે અને 21 હથિયારો જમા કરાયા છે. કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા 22 ની અટકાયત કરવામાં આવી છે, જ્યારે 16 હથિયારો જમા લીધા છે. જામજોધપુર પોલીસ સ્ટેશન દ્વારા 189 લોકોની સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. ઉપરાંત 42 હથિયારો જમા કરાવાયા છે. મેઘપર પોલીસ સ્ટેશન દ્વારા 113 ની અટકાયત કરવામાં આવી છે, જયારે 32 હથિયાર જમા લીધા છે. આ ઉપરાંત સિકકા પોલીસ સ્ટેશન દ્વારા 34 સામે અટકાયતી પગલાં ભરાયા છે અને 15 હથિયારો જમા કરાવાયા છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 120ની અટકાયત કરી લેવાઇ છે, જયારે 83 હથિયારો જમા થયા છે. શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં 67ની અટકાયત અને 37 હથિયારો જમા કરાયા છે. લાલપુર પોલીસ સ્ટેશન દ્વારા 227 ની અટકાયત કરાઇ છે, જયારે 64 હથિયારો જમા લેવાયા છે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 1182 લોકોની સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે ઉપરાંત 419 હથિયારો જમા કરી લેવાયા છે.