નાતાલ એ ખ્રિસ્તીઓનો સૌથી મોટો તહેવાર છે. રપ ડિસેમ્બરને પ્રભુ ઇસુનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે.
વિશ્ર્વને પ્રેમ, કરૂણા, શાંતિ અને ભાઇચારનો સંદેશ આપનારા જીસસ કાઇસ્ટના જન્મોત્સવોની જામનગરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. પ્રભુ ઇસુના જન્મના વધામણા કરવા જામનગર શહેરમાં આવેલા ચર્મને રંગબેરંગી રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા હતા. તેમજ રપ ડિસેમ્બર એટલે નાતાલ પર્વે શહેરના સેક્રેડ હાર્ટ ચર્ચ ખાતે જીસસના જન્મના ગીત શાંતિ પ્રાર્થના ખ્રિસ્તી પરિવાર દ્વારા કરવામાં આવ્યા હત. તેમજ એકબીજાને ‘મેરી ક્રિસમસ’ની શુભેચ્છા આપવામાં આવી હતી.આમ જામનગર શહેરમાં નાતાલના પર્વને લઇને લોકોમાં ખૂબ ઉત્સાહ દેખાયો હતો.