જામનગરમાં સમેતશિખરજી જિનાલયે પ્રતિષ્ઠા ઉત્સવ
જામનગર શહેરમાં જૈનોના દેરાસરોમાં શહેરની મધ્યમાં આવેલ પોપટભાઇ ધારશીભાઇ જૈન બોર્ડિંગ-સમેતશિખરજી દેરાસર આવેલ છે. જેમાં બિરાજમાન મુળનાયક ભગવાન શ્રી શાંતિનાથદાદાની મૂર્તિ આવેલ છે. જે મૂર્તિ ખંડિત થઇ જતાં ભગવાનની નવી મૂર્તિ બેસાડી તેનો અંજન સલાકા મહોત્સવ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે ગઇકાલે મંગળવારે 6:30 કલાકે જન્મ કલ્યાણક (નામકરણ-પાઠશાલાગમન, મામેરુ, લગ્ન,વર્ષિદાન), સવારે 9 કલાકે નવકારશી બાદમાં અઢાર અભિષેક યોજાયો હતો. જે નિમિત્તે આજે જૈન સાધુ-સાધ્વીજીની નિશ્રામાં શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નિકળી હતી. જે અંતર્ગત શહેરના અંજન મંડપવાળા પરિવારના પુત્ર-પુત્રવધુએ ભગવાનના માતા-પિતા બનવાનો લાભ લીધો હતો. જેનો શહેરમાં વરઘોડો નિકળ્યો હતો. સાંજે 4:30 કલાકે અંજન વસ્ત્ર વહોરાવવાનું અંજન ઘુંટવાનુ તથા રાત્રે અધિવાસના-અંજનવિધાનનો કાર્યક્રમ યોજાશે. ઉપરાંત આવતીકાલે શુભ મુહુર્તે પ્રતિષ્ઠા શ્રી શાંતિસ્નાત્ર પૂજન યોજાશે. બપોરે 12:30 કલાકે સ્વામિવાત્સલ્ય યોજાશે. રાત્રે 11 વાગ્યે અંજન સલાકા યોજાશે. તા. 26ના શુક્રવારે સવારે 6 કલાકે દ્વારોધ્ધાટન, સવારે 9 કલાકે સત્તરભેદી પૂજા મહિલા મંડળ ભણાવશે.