મહાશિવરાત્રીનો પર્વએ શિવભક્તો માટે ખૂબજ મહત્વનું ગણવામાં આવે છે. પરંતુ આ શિવરાત્રી તેનાથી પણ વિશેષ માનવામાં છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહાશિવરાત્રીએ વિશેષ યોગો બનવાના છે જેમાં એક રાશીમાં પાંચ ગ્રહો હોવાના કારણે પંચગ્રહી યોગ બની રહ્યો છે. સાથે સાથે આ દિવસે પરિઘ અને શીવ યોગ પણ રહેશે. આ શુભ યોગમાં મહાદેવની પુજા કરવાથી વિશેષ ફળ મળે છે. અને ભગવાન શિવની પુજાનું વિશેષ મહત્વ રહ્યું છે. ત્યારે જામનગરમાં પણ આજે વહેલી સવારથી શિવાલયોમાં ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. વ્હેલી સવારથી ડીકેવી સર્કલ નજીક આવેલ પ્રતાપેશ્ર્વર મહાદેવના મંદિર ખાતે દર્શન કરવા માટે ભકતોનો મોટી લાઈનો જોવા મળી હતી. આજે વહેલી સવારથી વૃદ્ધથી લઈ નાના બાળકો પ્રતાપેશ્ર્વર મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર જળાભિષેક અને રુદ્રાભિષેક કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી. ત્યારે ભક્તોનું માનવું છે કે, દેવાધી દેવ મહાદેવને જળાભિષેક અને રુદ્રાભિષેક કરવાથી તમામ પ્રકારની ખુશીઓ અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.