અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જામનગર સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં ઠેક-ઠેકાણે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. ત્યારે જામનગર શહેરમાં ચેતન પેપર માર્ટ દ્વારા રામભક્તોને પ્રસાદ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં દેરાસર રોડ પર આવેલ ચેતન પેપર માર્ટના કિરીટભાઇ મહેતા સહિતના દ્વારા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શહેરીજનોને પ્રસાદ વિતરણ કરાયું હતું. આ તકે જામનગર મહાનગરપાલિકાના સ્ટે. ચેરમેન નિલેશભાઇ કગથરા પણ ઉપસ્થિત રહી પ્રસાદ વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતાં.