છોટી કાશી તરીકે પ્રખ્યાત જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે 23 થી 25 સપ્ટેમ્બર ત્રીદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ખીજળા મંદીર ટ્રસ્ટ દ્વારા આયોજીત આ મહોત્સવમાં શ્રી કૃષ્ણમણીજી મહારાજની નિશ્રામાં હજારોની સંખ્યામાં ભકતો જોડાયા હતાં. શ્રી પ્રાણનાથજીના 405મા પ્રાગટય મહોત્સવ અંતર્ગત શનિવારે સાંજે ભવ્યાતીભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય રાજમાર્ગો પર પરીભ્રમણ કરીને ખીજડા મંદિરે સમ્પન થશે. જામનગરમાં યોજાયેલા 405મા પ્રાગટય મહોત્સવમાં જામનગર, ગુજરાત સહિત દેશભરમાં અને વિદેશથી ભકતો મોટી સંખ્યામાં જોડાયા હતાં.