Sunday, December 22, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં "તૌકતે" વાવાઝોડાની અસરથી જમીનદોસ્ત વીજપોલ પુર્વવત કરી વીજ પુરવઠો...

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં “તૌકતે” વાવાઝોડાની અસરથી જમીનદોસ્ત વીજપોલ પુર્વવત કરી વીજ પુરવઠો પુનઃ સ્‍થાપિત કરાયો

38 જેટલા પડી ગયેલા વૃક્ષો દુર કરીને રસ્તાઓ ખુલ્‍લા કરાયા

- Advertisement -

ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં આવેલ “તૌકતે” વાવાઝોડાની અસરને પહોચી વળવા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ વિવિધ પગલાઓ લીધા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવનારા “તૌકતે” વાવાઝોડા સંદર્ભે સજ્જ રહેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં શેલ્‍ટર હોમ, સ્‍થળાંતર કરવામાં આવેલા લોકો માટે ભોજનની વ્યવસ્થા, કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા, હોસ્પિટલમાં પાવર બેક-અપની સગવડ, વિવિધ સ્થળોએ એનડીઆરએફની ટીમ, વાવાઝોડા દરમિયાન વીજ પુરવઠો બંધ થઈ જાય તો તાત્કાલિક શરૂ કરવા માટે પીજીવીસીએલની ટીમ, પોલીસ પેટ્રોલિંગ વગેરે યોગ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની નહીવત અસર જોવા મળી હતી.

- Advertisement -


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાના પગલે 40 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જિલ્લામાં પવનના કારણે 67 જેટલા વીજ થાંભલાઓને નુકસાન થયું હતું. જેના લીધે 38 ગામોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. આ ગામોમાં વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવા પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત થયેલા થાંભલાઓને પૂર્વવત કરી તમામ ગામોમાં વીજપુરવઠો ફરી શરૂ કરાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાના પવનથી 23 વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જેને રસ્તા પરથી તાકીદે દૂર કરીને વાહન વ્યવહારને અસર ન થાય તે માટેની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત આઠ જેટલા કાચા ઝૂંપડાઓને પવનથી નુકસાન થયું છે. જિલ્લામાં કોઈ સરકારી ઇમારત, કાચા કે પાકા મકાન, સરકારી કે ખાનગી દવાખાનાને નુકસાન થયું નથી કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

આમ, “તૌકતે” વાવાઝોડાની ખુબ ઓછી અસર આ જિલ્લામાં થતા સૌએ રાહતનો દમ ખેંચ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular