પીજીવીસીએલ દ્વારા જામનગરમાં આજરોજ વિવિધ વિસ્તારોમાં વીજચોરી અંગે દરોડા પાડવામાં આવ્યા હતાં. વીજ મીટરો તપાસી વીજ મીટરોમાં ગેરરીતિ આચરતા આસામીઓને વીજ પુરવણીબીલ ફટકારી કાર્યવાહી કરવામાં આવી હતી.
પીજીવીસીએલના વિવિધ સબડિવિઝન દ્વારા આજે વીજચોરીનું ચેકિંગ હાથ ધરવામાં આવતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આજે ખંભાળિયા ગેઇટ ડિવિઝન, નગરસીમ એસડીએન ઓફ સીટી-2 ડિવિઝન હેઠળના વિવિધ વિસ્તારો જેવા કે, નાગરપરા, કિસાનચોક, કાલાવડ નાકા બહાર, શંકરટેકરી, 49-દિગ્જિય પ્લોટ સહિતના વિસ્તારોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 33 ટીમો જોડાઇ હતી. એસઆરપીના 13 જવાનો, 20 લોકલ પોલીસ સહિતના અધિકારીઓ-કર્મચારીઓની ટીમ દ્વારા વીજ ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.