જામનગર પીજીવીસીએલના વિવિધ સબ ડીવીઝન દ્વારા જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વીજચોરી અંગે દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં કુલ 535 મીટરોમાં તપાસ હાથ ધરાઇ હતી અને 87 વીજમીટરોમાં ગેરરીતિ જણાતા 75 લાખના વીજ પૂરવણી બીલ ફટકારવામાં આવ્યા હતાં.
પીજીવીસીએલ દ્વારા ખંભાળિયા ગેઈટ સબ ડીવીઝન, નગરસીમ અને જામનગર રૂરલ એસડીએમ અંડર સીટી 2 ડીવીઝન જામનગર સર્કલ હેઠળ આવતા પાણાખાણ, ગોકુલનગર, સાધના કોલોની, દરેડ સહિતના વિસ્તારોમાં વીજચોરી અંગે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 37 ટીમો દ્વારા 535 વીજ જોડાણોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. તેમાંથી 87 વીજમીટરોમાં ગેરરીતિ જોવા મળતા કુલ 29.75 લાખની વીજચોરી ઝડપાઈ હતી. તેમને વીજચોરીના બીલો ફટકારવામાં આવ્યા હતાં.