દેહદાન એ જ મહાદાન ગણવામાં આવે છે. ત્યારે જામનગરમાં એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ એર્નોટમી વિભાગ ખાતે આજરોજ દેહદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેહદાન પ્રત્યે લોકો જાગૃત થાય તે હેતુથી આજરોજ સવારે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી આ પોસ્ટર બનાવવાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.