Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતજામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લીલા દુષ્કાળની શકયતા

જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લીલા દુષ્કાળની શકયતા

પ જિલ્લામાં અઢી ગણો વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં : રાજ્યમાં 11 ટકા, સૌરાષ્ટ્રમાં 24 ટકા વધુ વરસાદ : હજુ પણ વરસાદની આગાહી : અતિશય વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન

- Advertisement -

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત 5 દિવસમા કેટલાક સ્થળોએ અતિશય ધોધમાર અતિ વૃષ્ટિ થતા હવે લીલા દુષ્કાળનો ભય સર્જાયો છે. હજુ ચોમાસુ અને વરસાદની આગાહી તો જારી છે ત્યાં જ મોરબી જિ.માં 145 ટકા, જામનગર જિલ્લામાં 159 ટકા, દ્વારકા જિલ્લામાં 251 ટકા (અઢી ગણો), પોરબંદરમાં 180 ટકા અને જુનાગઢમાં 152 ટકા (દોઢ ગણો) વરસાદ વરસી ગયો છે અને આ વરસાદ પણ સમતોલ દરેક તાલુકામાં સમાન રીતે નહીં પણ જ્યાં ખાબક્યો ત્યાં એક સાથે ખાબક્યો છે જેથી કૃષિપાકનું ધોવાણ થયું છે.

- Advertisement -

રાજ્યના 37 તાલુકામાં 140 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે અને મેન્યુઅલ પ્રમાણે જ્યાં નોર્મલ 100 ટકા કરતા 40 ટકાથી વધુ વરસાદ વરસાદ હોય ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ ત્યારે સરકારે માત્ર અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતો લેવાને બદલે સરકારે લીલો દુષ્કાળ જાહેર કરીને નુક્શાનીનો સર્વે જે અગાઉ પૂરો થયો નથી તેનો દેખાડો કરવાને બદલે ત્વરિત સહાય આપવા માંગણી કરી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ખેડૂતોએ પાકનું ધોવાણ થયાની ફરિયાદો કરી છે જ્યાં ત્વરિત સર્વે અને સહાયની જરૂર છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં થયો છે જે નોર્મલ કરતા બમણો છે. અને હજુ આગામી સપ્તાહે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી-પૂર્વાનુમાન છે જે ધ્યાને લઈને ભૂમિપુત્રોને તાકીદે સહાયની માંગ ઉઠી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular