Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર જિલ્લામાં 296 કોરોના પોઝિટીવ કેસ

જામનગર શહેર જિલ્લામાં 296 કોરોના પોઝિટીવ કેસ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં વિસ્તારમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. જામનગરમાં કોરોનાના કેસો રેકોર્ડ બે્રક સંખ્યામાં નોંધાઇ રહ્યાં છે. જામનગર શહેરની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં 174 કોરોનાના કેસો અને ગ્રામ્યમાં 122 કોરોનાના કેસ મળી કુલ 296 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જામનગરમાં ટેસ્ટીંગ વધવાની સાથે કોરોનાના કેસો પણ વધી રહ્યાં છે.

- Advertisement -

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના તાંડવ મચાવી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. જામનગરમાં કોરોનાના રેકોર્ડ બે્રક કેસો નોંધાઇ રહ્યા છે છેલ્લાં ત્રણ-ચાર દિવસથી કોરોનાના કેસો નો ગ્રાફ સતત વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેર અત્યંત ઘાતક સાબીત થઇ રહ્યું છે. જેના કારણે જી.જી.હોસ્પિટલમાં દર્દીઓ નો ઘસારો જોવા મળી રહ્યો છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમ્યાન શહેરમાં 174 કેસ અને ગ્રામ્યમાં 122 કેસ નોંધાયા છે. જયારે બીજી તરફ જામનગર શહેરના 75 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો જામનગર ગ્રામ્યમાં 72 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 267932 સેમ્પલોનું પરિક્ષણ કરાયું છે. જયારે જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 214406 સેમ્પલોનું પરિક્ષણ થયું છે. જામનગર ગ્રામ્ય પ્રજામાં પણ કોરોનાના કહેરને કારણે ભયની લાગણી ઉભી થઇ છે.જામનગર શહેર અને ગ્રામ્યમાં કોરોનાના કેસની સંખ્યા દરરોજ આગલા રેકોર્ડ તોડતી જાય છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. તેમ છતાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. જામનગરની કોવિડ હોસ્પિટલમાં જામનગર ઉપરાંત રાજકોટ અને મોરબી સહિતના જિલ્લાઓના દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે. જેને કારણે જામનગરની કોવિડ હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular