- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહથી દરરોજ નોંધાતા કોરોના પોઝિટિવ કેસમાં ગઈકાલે તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. બે તાલુકામાં કુલ 17 નવા દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે બુધવારે કરવામાં આવેલા ખંભાળિયા તાલુકાના 330, કલ્યાણપુર તાલુકાનાં 306, ભાણવડ તાલુકાના 299 અને દ્વારકા તાલુકાના 192 મળી કુલ 1,127 કોરોના ટેસ્ટમાં દ્વારકામાં નોંધપાત્ર અને ચિંતાજનક એવા 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાણવડ તાલુકામાં પણ વધુ બે નવા દર્દીઓનો ઉમેરો થયો છે. ખંભાળિયા અને કલ્યાણપુરમાં એકપણ નવો દર્દી નોંધાયો નથી. આમ, 24 કલાકમાં સતર નવા કેસ નોંધાતા હવે દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ કોરોના કેસના ડબલીંગ રેશિયોમાં સામેલ થયો છે.
રવિવારે પાંચ, સોમવારે એક તથા મંગળવારે ચાર બાદ ગઈકાલે એક સાથે 17 કેસ નોંધાતા જિલ્લાના લોકોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.
- Advertisement -