જામનગર લોકસભા બેઠક પર 2, 38 લાખ મતોની જંગી લીડથી જીતની હેટ્રિક કરનાર સાંસદ પૂનમબેન માડમ જીત બાદ તુરંત દ્વારકા કાળિયા ઠાકોરને શીશ ઝુકાવવા પહોંચી ગયા હતા. જયાં જગત મંદિરમાં દ્વારકાધિશને નમન કર્યા હતા. ત્યારબાદ શારદાપીઠમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના આશિર્વાદ મેળવ્યા હતા. દ્વારકા પહોંચેલા સાંસદનું ધારાસભ્ય પબુભા માણેક સહિત ભાજપના અગ્રણીઓએ સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી.