ગોંડલ સંપ્રદાયના પૂ. ગુરૂદેવ ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પારસમૈયા પૂ. રંભાબાઇ મ.સ.ના સુશિષ્યાસરલ સ્વભાવી બા.બ્ર. પૂ. તારાબાઇ મહાસતીજી 84 વર્ષની ઉંમરે 61 વર્ષના દિક્ષાપર્યાય સહિત તા. 12-5-81ને મંગળવારે રાત્રે 10:15 કલાકે સાગારી સંથારા સહિત સમાધિભાવે કાળધર્મ પામ્યા છે.
પડધરીના વતની અને કલકત્તામાં પિતા પ્રાણશંકર વાઘજી દેસાઇ તથા રત્નકુક્ષિણી માતા ચંદનબેનના ગૃહાંગણે તા. 28-11-1936ના જન્મેલા તારાબહેને વિ.સં. 2016, અખાત્રીજના તા. 28-4-1960ના પડધરીમાં કઝીનબહેન પૂ. હર્ષિદાબાઇ મ.સ. સાથે પૂ. રંભાબાઇ મ.સ.ના હસ્તે દિક્ષા અંગીકાર કરેલ હતી. વડીદીક્ષા રાજકોટ મોટા સંઘમાં પૂ. વખતબાઇ મ.સ.ના શ્રીમુખે થયેલ હતું.
પૂ. તારાબાઇ મ.સ.ના લઘુભગિની પૂ. ગુણીબાઇ મ.સ. અને કઝીનબહેન પૂ. રમાબાઇ મ.સ.એ વિ.સં. 2040માં દિક્ષા અંગીકાર કરતાં દેસાઇ પરિવારે 4-4 દિકરીઓને શાસનના શરણે સુપ્રત કરેલ.
પૂ. તારાબાઇ મ.સ.ના પરિવારમાં સ્વ. શશીભાઇ, સ્વ. નટુભાઇ, ભાસ્કરભાઇ અને બહેનો સ્વ. ભાનુબેન, પૂ. ગુણીબાઇ મ.સ., લલિતાબેન, ક્રિષ્નાબેન, રેખાબેન છે.
મહાસતીજીની વૈયાવચ્ચમાં પૂ. ગુણીબાઇ મ.સ., પૂ. લીનાબાઇ મ.સ., પૂ. સરોજબાઇ મ.સ. વગેરે તથા પૂ. વિમલાજી મ.સ. તેમજ ડો. સંજય શાહ, ડો. પારસ શાહ, જયશ્રીબેન શાહ, રેખાબેન શાહ, સિસ્ટર શિલ્પા મોહિતે વગેરે હતાં.
આ વર્ષે પૂ. મહાસતીજીનું ચાતુર્માસ પૂ. ગુરૂદેવની નિશ્રામાં જશાપર નક્કી થયેલ. આજે તા. 13ના સવારે 7 કલાકે પાલખીયાત્રા જય જય નંદા, જય જય ભદ્રાના જય નાદે સરકારી નિયામાનુસાર નિકળી હતી. ધીરૂભાઇ વોરા, દિનેશભાઇ દોશી, સતીશભાઇ બાટલીયા, કૌશિકભાઇ વિરાણી, ભારતેશ કામદાર, તારક વોરા, નલીનભાઇ બાટવીયા, રાજુભાઇ બાટવીયા, નિલેશ બાટવીયા, સી.એમ. શેઠ, લલિતભાઇ દેસાઇ, ડો. સંજય શાહ, જયશ્રી શાહ, રેખાબેન શાહ, ભાસ્કરભાઇ દેસાઇ, હિતેશ દોશી વગેરેએ સરકારી નિયામાનુસાર પાલખીયાત્રામાં જોડાયા હતાં.
કલકત્તા ખાતે પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં સવારે 10:30 કલાકે ગુણાંજલિ યોજાયેલ હતી.