જામનગર જિલ્લામાં અગામી તા. 19મીએ જિલ્લાની 118 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 10 ગામોની પેટા ચુંટણી યોજાશે. આ ચુંટણી શાંતિથી અને સુચારૂ રીતે પુરી થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા 56 ચુંટણી અધિકારીઓ સહિત પોલીંગ સ્ટાફના 1692 કર્મચારીઓ, 552 પોલીસ, 522 હોમગાર્ડ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ હોમગાર્ડ જવાનો જામનગર સીટી, લાલપુર, અલિયાબાડા, ગોપ, જામવંથલી, ધ્રોલ, કાલાવડ, જોડિયા, સિકકા, જામજોધપુર, ધ્રાફાના જવાનો ચુંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ તે માટે ફરજ બજાવશે જે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હોમગાર્ડ જવાનોને જિલ્લા અધિકારી ડી.પી.જાડેજા તથા ગીરીશ સરવૈયા માર્ગદર્શન અને દેખરેખ રાખી રહ્યા છે.
જામનગર જિલ્લામાં સરપંચ પદના કુલ 116 અને સભ્યપદના 697 ઉમેદવારો માટે જિલ્લાના 2.6 લાખ મતદારો 272 મતદાર મથકો પર વોટીંગ કરી શકે તે માટે 355 મતપેટીઓ ગોઠવાશે. જયાં બેલેટ પેપર દ્વારા વોટીંગ કરવામાં આવશે. ગામડાઓમાં આચાર સંહિતા પહેલાનો છેલ્લી ઘડીનો ચુંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. જામનગર જિલ્લામાં કુલ 43 ગ્રામ પંચાયતો સમરસ થતાં 118 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને એક માત્ર ખીમરાણા ગામે મધ્યસત્ર ચુંટણી યોજાઇ છે. 105 ગ્રામોમાંથી હવે માત્ર 10 ગામોમાં પેટા ચુંટણી યોજાઇ છે. અમુક ગામોમાં સમજુતીથી ઉમેદવારી પાછી ખેંચાઇ છે. તો અમુક ગામોમાં જે તે અનામતની બેઠક માટે જે તે જાતિના લોકો જ ન રહેતા હોવાથી તે બેઠકો ચુંટણી વિહોણી રહેશે. ગ્રામ પંચાયતની ચુંટણીમાં તાલુકાવાર નોંધાયેલા મતદારોની વાત કરીએ તો જામનગર ગ્રામ્યમાં 43,659, કાલાવડમાં 31,701, લાલપુરમાં 41,829, જામજોધપુરમાં 44,642, ધ્રોલમાં18,279, જોડિયામાં 26,364 મળીને કુલ 2,06, 474 મતદારો નોંધાયા છે.
જામનગરના દરેડ, ચેલા, ધુતારપર, શેખપાટ, જામવંથલી, વેરતીયા, સુમરી ભલસાણ, વાણીયાગામ, ગોરધનપર, દિગ્વિજય ગ્રામ, જગા, ઢંઢા, વસઇ, બેરાજા, મોડપર, વિજરખી, નાના થાવરીયા, વરણા, ચંગા-બાવરીયા, વાગડીયા, હર્ષદપુર, મોટી બાંણુંગાર, ગાગવા, દડીયા, ખારાવેઢામાં સમાન્ય ચુંટણી તથા ખીમરાણામાં મધ્યસત્ર ચુંટણી અને અલીયા, નવાનાગના, બેડ અને મોખાણામાં પેટા ચુંટણી યોજાશે.
કાલાવડના પીપર, રવેશીયા, શીશાંગ, મોરીદડ, પીઠડીયા, મોટાવડાળા, ખાનખોટડા, બાંગા, ભંગડા, નાની ભગેડી, ખરેડી, રામપર, દુધાળા, મકાજી કેઘપર, નિકાવા, મોટી નાગાજાર, બામણગામ, ખંઢેરા, બાલંભડી, બોડીમાં સામાન્ય ચુંટણી યોજાઇ છે. જયારે ટોડા ગામે પેટા ચુંટણી યોજાઇ છે.
જામજોધપુરના ચુર, વાલાસણ, ઘેલડા, ઇશ્ર્વરીયા, તરસાઇ, ભોજાબેડી, નંદાણા, સીદસર, શેઠવડાળા, સડોદર, વેરાવળ-કોઠાવીરડી, સતાપર, મેઘપર, મોટાવડીયા, નરમાણા, માંડાસણ, ધ્રાફા, જશાપર, મહીકી, સનવડીયા, આંબરડી મેઘપર,ચીરોડા સંગ, બાવડીદળ, કડબાલ, સુખપુર-ધ્રાફા, ગંગણી, દલદેવળીયા, જનાણા અને કોટડાબાવીસીમાં સામાન્ય અને સમાણા, ધુનડા, બાલવા અને વડવાળામાં પેટા ચુંટણી યોજાશે.
ધ્રોલના સોયલ, મોટાઇટાળા, લૈયારા, મોડપર, સણોસરા-છલ્લા, હમાપર, માણેકપર, લતિપુર, સગાડીયા, સુધાધુના અને ધરમપુરમાં સામાન્ય ચુંટણી યોજાઇ છે.
લાલપુરના બાઘલા, ચારણતુંગી, ડેરાછીકારી, કાઠીતડ, નાના ખડબા, પીપરટોડા, મોટી રાકુદડ, રામપર, સણોસરી, હરિપર, જશાપર, જોગવડ, નવા ધુણીયા, લાલપુર, નવાગામ, નાંદુરી, રંગપર, સણોસરા, વાવડી, મોટી વેરાવળ, વિજયપુર, ભણગોર, સાજડીયામાં સામાન્ય અને રાસંગપરામાં પેટા ચુંટણી યોજાઇ છે.
જોડીયાના જોડીયા, પડાણા, તારાણા, બાલંભા, દુધઇ, હડીયાણા, ખીરી, મેઘપર, પીઠડ અને સામપરમાં સામાન્ય ચુંટણી યોજાઇ છે.