જામજોધપુરમાં મતદારો દ્વારા લોકશાહીના મહાપર્વ નિમિત્તે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.
જામજોધપુર માર્કેટિંગ યાર્ડ ડાયરેકટર, લોહાણા સમાજ અને જલારામ મંદિરના ટ્રસ્ટી ચિમનલાલ આસાણી, તેમના પુત્રવધુ જીગ્નાબેન આસાણી, જામજોધપુર શહેરના સોના-ચાંદીના અગ્રણી વેપારી નરેન્દ્રભાઇ (ભીખુભાઇ) કવૈયા પરિવાર, જામજોધપુર શહેર ભાજપ મહામંત્રી મુકેશ નાનવડા તથા જામજોધપુર શહેર ભાજપ ઉપપ્રમુખ ચંદુલાલ પરમાર, જામજોધપુર નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હેપીબેન ભાલોડીયા, જામજોધપુર નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર અને તેમના પત્નિ વિજયાબેન સહિતના અગ્રણીઓએ મતદાન કર્યું હતું.