Saturday, December 28, 2024
Homeરાજ્યગુજરાતહવેથી પોલીસ આરોપીનો ઈતિહાસ માત્ર એક ફોટો ક્લિક કરીને જાણી શકશે, જાણો...

હવેથી પોલીસ આરોપીનો ઈતિહાસ માત્ર એક ફોટો ક્લિક કરીને જાણી શકશે, જાણો આ ટેકનોલોજી વિષે

- Advertisement -

ગુજરાતમાં વધી રહેલ ગુનાખોરીને ડામવા માટે અનેક નવા પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા અત્યાધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં આરોપીનો ફોટો ક્લિક કરવાથી તેનો આખો ઈતિહાસ જાણી શકાશે. આ ઉપરાંત લાપતા વ્યક્તિ, બિન વારસી મૃતદેહની ઓળખ કરવામાં આ એપ્લિકેશન મહત્વની સાબિત થશે.

- Advertisement -

ગૃહવિભાગ દ્વારા ફેસ રેકગ્નાઈઝેશન એપ્લિકેશનના પ્રોજેક્ટની મંજુરીની કામગીરી અંતિમ તબ્બકામાં છે.  ફેસ રેકગ્નાઈઝેશન એપ્લિકેશન અત્યાર સુધીની સૌથી આધુનિક ટેકનોલોજી ધરાવે છે. આ એપ્લીકેશન મારફતે કોઈપણ આરોપીનો ચહેરો મોબાઈલમાં ક્લિક કરતાની સાથે જ ગણતરીના સમયમાં  તે વ્યક્તિનો ગુનાઈત ઈતિહાસ જાણી શકાશે.

 પોલીસને ફેસ રેકગનાઇઝેશન એપ્લીકેશન મોબાઇલમાં આપવા આવશે.આ એપ્લીકેશનના એક જ ક્લીક મારફતે આરોપીની તમામ વિગતો જાણી શકાશે. તો લાપતા વ્યક્તિ , બિનવારસી મૃતદેહ અંગે પણ  માહિતી મંળવી શકાશે. આ એપ્લીકેશનને ઇ-ગુજકોપ સાથે જોડીને કામગીરી કરવામાં આવશે. જેના લીધે પોલીસને તમામ વિગતો મળી શકશે.

- Advertisement -

આ ફેસ રેકગનાઇઝેશન એપ્લીકેશન  તમામ વિગતો પોલીસ કંટ્રોલ રૂમને પણ પહોંચાડશે. ગુજરાતમાં  તમામ પોલીસ સ્ટેશન દીઠ ફેસ રેકગનાઇઝેશન એપ્લીકેશનના 30 જેટલા લાઇસન્સ વર્ઝન આપવાની યોજના બનાવવામાં આવી છે. ડી સ્ટાફ અને પેટ્રોલિંગ સ્ટાફના મોબાઈલમાં આ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવામાં આવશે.

જયારે પોલીસ પેટ્રોલિંગમાં હોય અને શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ કરે તો જે કોઈ વ્યક્તિ સાચી હકીકત નહી દર્શાવે તો પોલીસ જે તે વ્યક્તિનો ફોટો પાડે ત્યારે આ એપ્લીકેશન માત્ર બે સેકન્ડમાં ઇ ગુજકોપને ડેટા ક્વાઉડમાં સ્કેન કરીને તે વ્યક્તિની તમામ વિગતો આપી દેશે.  કોઇ વ્યક્તિ ગુનો કરીને  ભાગ્યો હોય કે તે ગુનાઇત ઇતિહાસ ધરાવતો હોય તે માહિતી પણ એક જ ફોટો ક્લિક કરવાથી મળી જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular