દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તમામ તાલુકાઓમાં પોલીસ દ્વારા હથિયારધારા અંગે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.
આ કાર્યવાહી અંતર્ગત ખંભાળિયામાં અજમેર પીરની ટેકરી પાછળ રહેતો સબીર કરીમ સંઘાર નામનો 25 વર્ષીય શખ્સ તેમજ અત્રે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા સાકેત નુરમામદ ભગાડ નામના 21 વર્ષના શખ્સને પોલીસે છરી સાથે ઝડપી લીધા હતા.
ભાણવડના શિવનગર વિસ્તારમાં રહેતા લખુ ઉર્ફે મયુર અરજણ ભરવાડ (ઉ.વ. 25), રાણપર ગામના જીતેશ સુરેશ રાઠોડ (ઉ.વ. 40) ને ધોકા સાથે, ભેનકવડ ગામના મુસા રેમતુલા લાલાણી (ઉ.વ. 45) ને ધોકા સાથે જ્યારે ચૂનારાવાસ વિસ્તારમાં રહેતા મગન ડાયા સોલંકી (ઉ.વ. 55) ને સ્થાનિક પોલીસે છરી સાથે ઝડપી લીધા હતા. કલ્યાણપુર પોલીસે નગડીયા ગામના સવદાસ માલદે મોઢવાડિયા (ઉ.વ. 43) ને ખુલ્લી તલવાર સાથે નીકળતા ઝડપી લઈને આ તમામ શખ્સો સામે જી.પી. એક્ટની કલમ 135 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.