જામનગર સીટી-સી પોલીસે ગણપતનગર આરવ બિલ્ડીંગ સામે આવેલ શાળાએથી છૂટયા બાદ ગુમ થયેલ બાળકને શોધી તેના માતા-પિતા સાથે પુન: મિલન કરાવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં હનુમાન ટેકરી નજીક શેરી નં. 4માં રહેતા કાંતિભાઇ ખિમસુરીયાનો 13 વર્ષનો પુત્ર તા. 3ના રોજ શાળાએ મુક્યા બાદ શાળાના તમામ બાળકો છૂટી જવા છતાં તેમનો પુત્ર પરત ન આવતાં શોધખોળ કરવા છતાં ન મળતાં આ અંગે સીટી-સી પોલીસ સ્ટેશને જાણ કરી હતી. જેને ધ્યાને લઇ પ્રો. નાયબ પોલીસ અધિક્ષક નયના ગોડીયા, પીઆઇ જે.વી. ચૌધરી, પ્રો. પીઆઇ કે.એસ. માણિયા તથા પીએસઆઇ ડી.પી. ચુડાસમા અને એન.જે. રાવલ સહિતના સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમ બનાવી બાળકની શોધખોળ હાથ ધરી હતી અને બાળક સાથે અભ્યાસ કરતાં અન્ય બાળકોને મળી તા. 4ના રોજ બેડી બંદર, રીંગ રોડ નજીક દેશી માલધારી હોટલ પાસે આવેલ નિલકંઠ પાર્કની સામે હનુમાનદાદા મંદિરના ઓટલા પાછળથી બાળકને શોધી લઇ તેના માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો હતો.