જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 24 કલાકથી વરસી રહેલાં વરસાદને કારણે મેઘ કહેર બની ગઇ છે. શહેરમાં છેલ્લાં 12 કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં કમરડૂબ પાણી ભરાઇ ગયા હતાં.
જયારે ઉપરવાસના વરસાદને કારણે ઓવરફલો થયેલા ડેમના પાણી શહેરના અમુક વિસ્તારોમાં ઘૂસી ગયા હતાં. શહેરના પુનીતનનગર અને મચ્છરનગર વિસ્તારમાંથી પીઆઇ કે.જે.ભોયે, પીએસઆઇ રાણા તથા સ્ટાફના દેવસુર ગઢવી, કિશોરભાઇ અને ફેઝલભાઇ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સરાહનિય કામગીરી કરી 32 લોકોને સલામત સ્થળે ખસેડયા હતાં.