Friday, December 5, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક પદયાત્રીઓની સુરક્ષા અર્થે વાહન ચાલકોને પોલીસ તંત્રની અપીલ

ખંભાળિયા નજીક પદયાત્રીઓની સુરક્ષા અર્થે વાહન ચાલકોને પોલીસ તંત્રની અપીલ

ગતિ મર્યાદા જાળવવા વાડીનાર પોલીસનો અનુરોધ

હોળી ધુળેટીના દિવસોમાં દ્વારકા ચાલીને જતા પદયાત્રીઓની સંખ્યા ખૂબ જ મોટી બની રહે છે. આ પદયાત્રીઓની સેવા – સુરક્ષા માટે પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે. ત્યારે ખંભાળિયા નજીકથી ચાલીને જતા પદયાત્રીઓ સાથે અકસ્માત ન સર્જાય તે હેતુથી ખંભાળિયા તાલુકાના વાડીનાર મરીન પોલીસ દ્વારા આ માર્ગ પર ચાલતા તમામ વાહન ચાલકોને પોતાનું વાહન ધીમી ગતિએ ચલાવવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

આ વચ્ચે કોઈપણ પદયાત્રીઓને સમસ્યા હોય તો વાડીનાર પોલીસ મથકના મોબાઈલ નંબર 74339 75922, 8238498573 અથવા 96626 60499 ઉપર સંપર્ક સાધુવા પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular