Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા બે સ્થળે પોલીસ દરોડા

જામનગરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા બે સ્થળે પોલીસ દરોડા

ખોજાનાકા બહાર જૂગાર રમતા 14 શખ્સ ઝડપાયા: રૂા.34,200 નો મુદ્દામાલ કબ્જે : ગે્રઇટમાર્કેટમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા ત્રણ શખ્સ ઝબ્બે : રૂા.1,05,400 નો મુદ્દામાલ કબ્જે : ચાર શખ્સ નાશી ગયા

- Advertisement -

જામનગર શહેરમાં ખોજાનાકા બહારના વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે ઘોડીપાસાનો જૂગાર રમતા 14 શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂા.34,200 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ગે્રઈટ માર્કેટ વિસ્તારમાં ઘોડીપાસાનો જૂગાર રમતા 3 શખ્સોને પોલીસે રૂા.10,400 ની રોકડ રકમ અને 95 હજારની કિંમતના વાહનો મળી કુલ રૂા.1,05,400 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા ચાર શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં ખોજાનાકા બહાર જાહેર રોડ પર સ્ટ્રીટલાઈટના અંજવાળે મધ્યરાત્રિના સમયે ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન જાવીદ હસન ખુરેશી, નવસાદ યુસુફ અકબર, સબીર ઈબ્રાહિમ ખુરેશી, અબ્દુલ નુરમામદ ખુરેશી, નાજીર હાસમ ખફી, અફઝલ આમદ ખુરેશી, રાહિલ ઈકબાલ ઓડિયા, સાહિદ હારીફ મકરાણી, મહમદ વકાર મહમદહુશેન કાદરી, પ્રવિણસિંહ સુરુભા જાડેજા, સાજીદ આમદ ખુરેશી, મકસુદ ઉમર કુરેશી, ઈરફાન ઈકબાલ મુખીડા, ઈમરાન નુરમામદ ખુરેશી નામના 14 શખ્સોને રૂા.34,200 ની રોકડરકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા બસીર અબ્બાસ બાબવાણી, વિજય ખેંગાર ચાવડા, હાર્દિક હસમુખ ધુચલા નામના ત્રણ શખ્સોને રૂા.10,400 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ તથા રૂા.95 હજારની કિંમતના વાહનો મળી કુલ રૂા.1,05,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં તેમજ રેઈડ પૂર્વ મુનાખાન, હનિફ કરોડિયો, મુનાભાઈ જાડેજા, ઉમર નામના ચાર શખ્સો નાશી ગયા હોય જેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular