Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં સાત જૂગાર સ્થળોએ પોલીસના દરોડા

જામનગર શહેર-જિલ્લામાં સાત જૂગાર સ્થળોએ પોલીસના દરોડા

- Advertisement -

જામનગરના લાલપુરમાંથી પોલીસે જૂગાર રમાતા સ્થળેથી આઠ મહિલાઓને રૂા.46770 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના દિગ્વીજય પ્લોટમાંથી ત્રણ શખ્સોને જુગાર રમતા પોલીસે ઝડપી લઇ રૂા.10350 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના નવાગામ ઘેડમાંથી પોલીસે જૂગાર રમતા ચાર મહિલા સહિત સાત શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રૂા.11860 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગર શહેરના પ્રભાનગર વિસ્તારમાંથી જૂગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂા.10550 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ આ જ વિસ્તારમાંથી અન્ય એક દરોડામાં પોલીસે ચાર મહિલા સહિત આઠ શખ્સોને જુગાર રમતા પકડી પાડી તેમની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રોલ તાલુકાના વાંકીયા ગામેથી પોલીસે છ શખ્સોને રૂા.17450 ના મુદ્દામાલ સાથે જૂગાર રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુર તાલુકાના કાનવીરડી ગામમાંથી પોલીસે બે મહિલા સહિત સાત શખ્સોને રૂા.10230 ની રોકડ સાથે જૂગાર રમતા ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના લાલપુરમાં ભરવાડ ડેલાની સામે ઉમાધામ એપાર્ટમેન્ટની બાજુમાં જાહેરમાં પોલીસે જૂગાર રમાતા સ્થળે બાતમીના આધારે દરોડા દરમિયાન નવ મહિલાઓને રૂા.10,770 ની રોકડ રકમ તથા ગંજીપના સાથે ઝડપી લઇ તેમની પાસેથી રૂા.36,000 ની કિંમતના આઠ નંગ મોબાઇલ મળી કુલ રૂા.46,770 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામને નોટિસ આપી મુકત કરવામાં આવ્યા હતાં.

બીજો દરોડો, જામનગરના દિગ્વીજય પ્લોટ 50 માં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન વાસુદેવ જમનાદાસ ભારવાણી, દિનેશભાઈ આશરીયા, આશિત ઉર્ફે ગટ્ટ ચંપકલાલ મહેતા નામના ત્રણ શખ્સોને રૂા.10,350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગરના નવાગામ ઘેડ મધુવન સોસાયટી વિસ્તારમાંથી જૂગાર રમાતા સ્થળે પોલીસે બાતમીના આધારે દરોડા દરમિયાન નકુલ દિલીપ પરમાર, હરદીપ શંકર મોરી, ભાવેશ ભુપત ગોહિલ અને ચાર મહિલા સહિત સાત શખ્સોને તીનપતિનો જૂગાર રમતા રૂા.11,860 ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો, જામનગર શહેરમાં પ્રભાતનગર, ભાનુ પેટ્રોલપંપ પાસે જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જૂગાર રમાતા સ્થળે એ ડીવીઝન પોલીસે દરોડા દરમિયાન આશિષ કનુ ઠાકર, સંજય નાનજી ખંભાઇતા, રમેશ ભગવાનજી પરમાર, નયન જાદવજી પરમાર, કરમશી રામજી કણજારીયા, દિનેશ નથુ પરમાર નામના છ શખ્સોને દબોચી લઇ રૂા.10,550 ની રોકડ તથા ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આ જ વિસ્તારમાં પાડવામાં આવેલા અન્ય એક જૂગાર દરોડામાં પવનકુમાર રૂમાલચંદ મહેરા, સુરેશ વિરજી સોલંકી, હસમુખ લાલજી મઘોડિયા, નિપુલ જાદવજી પરમાર અને ચાર મહિલા સહિત કુલ આઠ શખ્સોને રૂા.10,200 ની રોકડ તથા ગંજીપના સાથે દબોચી લઇ તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

છઠો દરોડો, ધ્રોલ તાલુકાના વાંકીયા ગામની સીમમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે જૂગાર રમતા હિતેશ વસ્તા સાઈન્જા, દિનેશ મોહન ભાલોડિયા, દિલીપ દેવજી વાંસજળિયા, જગદીપ લાલજી ભીમાણી, વિપુલ હરખા ભીમાણી, રમેશ ગંગારામ સંતોકી નામના છ શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી રૂા.17,450 ની રોકડ તથા ગંજીપના કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સાતમો દરોડો, લાલપુર તાલુકાના કાનવીરડી ગામમાં લાઇટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન મના મેઘા વકાતર, શાંતિ પ્રેમજી કણજારીયા, જીગ્નેશ દેવજી કટેશીયા, ભરત લવજી કણજારીયા, ધરમશી દેવજી મધુડિયા અને બે મહિલા સહિત સાત શખ્સોને રૂા.10,230 ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular