Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં શ્રાવણિયો જુગાર પૂરબહાર : નવ સ્થળે પોલીસના દરોડા

જામનગરમાં શ્રાવણિયો જુગાર પૂરબહાર : નવ સ્થળે પોલીસના દરોડા

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના લાખાબાવળ ગામના પાટિયા નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પ્રકાશ હીરા મકવાણા, બાલા રાણા ઢચા અને તરૂણ દિનેશ વડિયાત્તર નામના ત્રણ શખ્સોને સિક્કા પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 10,230ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો જામનગર શહેરના શંકરટેકરી, સુભાષપરા વિસ્તારમાંથી જુગાર રમતાં વિપુલ કનુ લીડિયા, દિલીપ ગોવિંદ મે, વિજય ઝવેર સોલંકી, અનિલ ખીમજી મકવાણા, અનિલ હસમુખ વાઘેલા, જગદિશ ચમન નંદા નામના છ શખ્સોને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 10,300ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો જામનગરના તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ગૌશાળા સામેના રોડ પરથી પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમયાન રાજવીર જ્ઞાનસિંહ જાટવ, મોનુ બાલારામ જાટવ, અરવિંદ મોહનસિંહ જાટવ, નંદકિશોર બલવંતસિંહ જાટવ અને વિકાસ ભૂરેલાલા જાટવ નામના પાંચ શખ્સોને રૂા. 10,200ની રોકડ રકમ અને ગંજીપના સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

- Advertisement -

ચોથો દરોડો જામનગર શહેરના મોહનનગર આવાસ બિલ્ડીંગના સાતમા માળની લોબીમાં તીનપત્તીનો જુગાર રમાતાં સ્થળે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન કૌશિક હરિદાસ સોલંકી અને છ મહિલાઓ સહિત સાત શખ્સોને રૂા. 7 હજારની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધાં હતાં.

પાંચમો દરોડો જામજોધપુર તાલુકાના વનાણા ગામની વડલાવાળી સિમ વિસ્તારમાં વોંકળાના કાંઠેથી તીનપત્તીનો જુગાર રમતાં માલદે પબા બેરા, કાના રામા કરમુર, અમરશી દેવજી પાણખાણિયા, મારખી દુદા બેરા, રાજશી કરશન બેરા સહિતના પાંચ શખ્સોને શેઠવડાળા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -

છઠ્ઠો દરોડો જામનગર શહેરના મોહનનગર આવાસ બિલ્ડીંગમાં પહેલાં માળે લોબીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં અમિત કાળુ મારૂ, દિવ્યેશ કાળુ મારૂ, નિમેશ રમેશ કુબેર અને બે મહિલા સહિત પાંચ શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 5150ની રોકડ રકમ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

સાતમો દરોડો જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં આવેલી કર્મચારી સોસાયટી નજીક તીનપત્તીનો જુગાર રમતા આકાશ ગુણવંતરાય શાહ, બશીર અબ્બાસ ભગાડ અને ત્રણ મહિલાઓ સહિત પાંચ શખ્સોને પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આઠમો દરોડો જામનગર શહેરના કૌશલનગર વિસ્તારમાં ભારતીય ચલણી નોટો ઉપર એકી-બેકીનો જુગાર રમતા ફખરૂદીન અસગરઅલી કપાસી અને જતિન રાજેશ મહેતા નામના બે શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 4050ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. તથા અન્ય એક દરોડામાં કૌશલનગરમાં એકી-બેકીનો જુગાર રમતાં નિમેશ નરેન્દ્ર મોડ, આરિફ યુસુફ અરબાની અને ધર્મેશ ઉર્ફે ધમો મુકુંદ રાયઠઠ્ઠા નામના ત્રણ શખ્સોને રૂા. 3430ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નવમો દરોડો કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં જૂની સોસાયટી વિસ્તારમાંથી તીનપત્તીનો જુગાર રમતાં જેન્તી ગોવિંદ સોંદરવા, ડાયા તેજા મકવાણા, વિઠ્ઠલ કાનજી બાબરિયા, ધરમશી ભીખા ખીમસૂર્યા સહિતના ચાર શખ્સોને કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 1350ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular