જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો કાલાવડ ગામમાં આવેલા મહિલાના મકાનમાંથી તીનપતિનો જૂગાર રમાતા સ્થળે પીઆઇ વી.એસ. પટેલ તથા સ્ટાફે રેઈડ દરમિયાન સંચાલક મહિલા અને જેન્તી રતિ સોલંકી, વિજય મનજી સોલંકી, વિપુલ જીવા સોલંકી, ગૌતમ કાનજી સાગઠીયા સહિતના છ શખ્સોને રૂા.20,900 ની રોકડ રકમ અને રૂા.10,000 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.30,900 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જોડિયા તાલુકાના માધાપર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા દેવશી લાભુ દસકીયા, પાશુ સવજી દસકીયા, દિલીપ અમરશી દસકીયા, મહેશ દેવશી દસકીયા, કારુ રૂડા દસકીયા, અનિલ અવસર દસકીયા નામના સાત શખ્સોને જોડિયા પોલીસે રૂા.13240 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના ખીલોસ ગામમાં નદીના કાંઠે તીનપતિનો જૂગાર રમતા દાનસંગ બચુભા વાઘેલા, મકબુલ હારુન બાબી નામના બે શખ્સોને પંચ એ પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા.3,150 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.