કલ્યાણપુરથી આશરે 12 કિલોમીટર દૂર ખાખરડા ગામની સીમ વિસ્તારમાં રાત્રિના દોઢેક વાગ્યે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી સ્થાનિક પોલીસ સ્ટાફના મેહુલભાઈ મકવાણાને મળતા આ સંદર્ભે પી.એસ.આઇ. કે.એન. ઠાકરીયાના માર્ગદર્શન હેઠળ આ સ્થળે જુગાર દરોડો પાડી, જાહેરમાં એલ.ઈ.ડી. લાઈટના અજવાળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા રામદેવસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચંદુભા જામસંગ જાડેજા, દિગુભા દોલુભા જાડેજા, સહદેવસિંહ સુરુભા જાડેજા અને દેવા ખીમાભાઈ ચાવડા નામના પાંચ શખ્સોને ઝડપી લઈ કુલ રૂા. 18,300 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
અન્ય એક દરોડો સ્થાનિક કોન્સ્ટેબલ દિલીપભાઈ બાવળિયાની માહિતીના આધારે કેનેડીથી ખાખરડા ગામ તરફ જતા માર્ગે પાડવામાં આવ્યો હતો. જ્યાં રાત્રિના બે વાગ્યાના સમયે એક મંદિરની આગળ બેસી અને ગંજીપતા વડે રોનપોલીસ નામનો જુગાર રમી રહેલા ઇન્દ્રજીતસિંહ લખમણસિંહ જાડેજા, રઘુવીરસિંહ દાજીભા જાડેજા, રાજભા દિલુભા જાડેજા અને ભીમશી જેઠા નંદાણીયા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂા. 11,170 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જુગાર દરોડા અંગેની આ કાર્યવાહી પીએસઆઈ કે.એન. ઠાકરીયા અને એલ.એલ. ગઢવી સાથે સ્ટાફના મેહુલભાઈ મકવાણા, મેહુલભાઈ પોસ્તરિયા, રાજાભાઈ ગોજીયા અને દિલીપભાઈ બાવળિયા દ્વારા કરવામાં આવી હતી.