Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં પોલીસે જૂગાર રમાતા 17 સ્થળોએ દરોડા પાડયા

જામનગર શહેર-જિલ્લામાં પોલીસે જૂગાર રમાતા 17 સ્થળોએ દરોડા પાડયા

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાંથી સોરઠના રસ્તે સીમ વિસ્તારમાં જાહેરમાં તીનપીતનો જૂગાર રમાતા સ્થળેથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ધર્મેશ વિઠ્ઠલ બુસા, હરસુખ લીંબા ગમઢા, શૈલેષ માવજી કોટડિયા, જીતેન્દ્ર વલ્લભ બુસા, સંજય માધા બુસા, વિશાલ વિઠ્ઠલ ગમઢા સહિતના છ શખ્સોને રૂા.53,500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

બીજો દરોડો, જામનગર તાલુકાના દડિયા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા દેવીદાસ સંતરામ ગોંડલિયા, બાબુ ઉર્ફે ભુપત દેવા ધ્રાંગિયા, રાજેશ ઉર્ફે મુન્ના શિવજી કનેજા, રમેશ ઉર્ફે રાજુ વિનોદ પધારેસા, સંતરામ ઉર્ફે ભૂપત કાશીરામ ગોંડલિયા, ડાયા ઉર્ફે ડાયો ધના ધ્રાંગિયા, કાલીદાસ ગોવિંદ દાણીધારીયા નામના સાત શખ્સોને પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન છ નંગ મોબાઇલ અને રોકડ સહિત ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો, ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં વોંકળા પાસે તીનપતિનો જૂગાર રમતા વિરમ ઉર્ફે વિશાલ વેજાણંદ કેશુર, મેશુર ઉર્ફે રાજ મીયાજળ કેશુર, રવિ ચના કેશુર, મયુર દેવદાન કેશુર, જીગ્નેશ મગન કેશુર, પરેશ સીંધા ગમારા, અનિલ કાના ગમારા, નાગદાન રામૈયા કેશુર, જીવણ ઉર્ફે અશ્ર્વિન મગન પરેશા, પાર્થ ઉર્ફે લાલો નાનજી મિયાત્રા, નિકુલ રાજેન્દ્ર દવે, જયદીપ મનસુખ કામરીયા, જય મહેન્દ્ર પટેલ, પારસ મુકેશ જારીયા, આયદાન રાયધન બાળા, અને બાબુ બકા જૂંઝા નામના 17 શખ્સોને ધ્રોલ પોલીસે રૂા.40,230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ચોથો દરોડો, જામનગર શહેરના મહાકાલી સર્કલ પાસેના રાવલ વાસમાંથી તીનપતિનો જૂગાર રમતા દિલીપ રામજી સોલંકી, મુકેશ મનસુખ ગોહિલ, અભય ગણપત રાઠોડ, નિતિન હુકમચંદ મથુરીયા, સંજય હુકમચંદ મથુરીયા, હાજી હુશેન સીપાઇ નામના છ શખ્સોને રૂા.13,420 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો, જામનગર તાલુકાના નાની માટલી ગામમાંથી જૂગાર રમતા પ્રવિણ વલ્લભ વસોયા, ભૂપત પૂના રાતડિયા અને રણમલ મૈયા રામકા નામના ત્રણ શખ્સોને પંચ એ પોલીસે રૂા.12,310 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

છઠો દરોડો, કાલાવડ તાલુકાના નિકાવા ગામની સીમમાંથી જૂગાર રમતા નિલેશ ધીરુ પાંભર, અશ્ર્વિન શિયાણી, યોગેશ ભૂત, વિપુલ નરશી ભૂત, મહેશ વિઠ્ઠલ શિંગાળા, શૈલેષ ભીખા પાંભર, પંકજ મનસુખ પાંભર, વિશાલ અરવિંદ ગમઢા નામના 8 શખ્સોને રૂા.14210 ની રોકડ રકમ સહિત કુલ રૂા.43250 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો, જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા ચીમન જીવણ ખાંટ, પ્રફુલ્લ પરષોતમ ખાંટ, ભરત બચુ દેસાઈ, નવીન માવજી રામોલિયા, અરજણ કાનજી બારસ, દિનેશ લીલા સગારકા, હરીલાલ પ્રેમજી ખાંટ નામના સાત શખ્સોને 12350 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

આઠમો દરોડો, જામનગર તાલુકાના જાંબુડા ગામમાંથી જૂગાર રમતા નિલેશ જીવણ લાંબા, સંજય જેન્તી પરેશા, ભરત હંસરાજ સરવૈયા અને અશ્ર્વિન જમન કંબોલિયા નામના ચાર શખ્સોને પંચ એ પોલીસ સ્ટાફે રૂા.11200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

નવમો દરોડો, જામનગર તાલુકાના જાંબુડા ગામમાંથી કાનજી બાવા રાતડિયા, નંદા ચના સરવૈયા, પ્રવિણ સોમા કારવેસા, હરપાલસિંહ અજીતસિંહ જાડેજા નામના ચાર શખ્સોને રૂા.10850 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ નાશી ગયેલ ભૂપત સુમા સહિતના આઠ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દશમો દરોડો, જામનગર તાલુકાના હાપા માર્કેટીંગ યાર્ડ પાછળના વિસ્તારમાંથી જૂગાર રમતા ડાયા જેઠા ગોહિલ, નરેશ વાલા મૈયડા અને સાલેખરામ ગુલાબસિંહ આલાવા ને સીટી એ પોલીસે રેઈડ દરમિયાન રૂા.11,300 ની રોકડ રકમ અને રૂા.10,000 ની કિંમતના બે નંગ મોબાઇલ મળી કુલ રૂા.21,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

અગિયારમો દરોડો, જામનગર તાલુકાના જૂની માટલી ગામમાંથી પિયુષ નરેશ રામાવત, સુરેશ કરશન દુધાગરા, ખોડીદાસ અરજણ બુસા, પારસ ઉર્ફે પિન્ટુ વલ્લભ બુસાને રૂા.10170 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

બારમો દરોડો, જામનગર તાલુકાના મતવા ગામમાંથી તીનપતિ રમતા રજનીકાંત છગન સંઘાણી, રમેશ ખીમજી વારસાકિયા, વિપુલ ભગવાનજી ભંડેરી, નિલેશ બાબુલાલ કુબાવત, રમેશ વેલજી ધામેલીયાને રૂા.11320 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

તેરમો દરોડો, જામનગર તાલુકાના મતવા ગામમાંથી પંકજ મગન ટિંબડિયા, રાજેશ ગીરધર ભંડેરી, દિનેશ તુલસી સંઘાણી, કમલેશ વલ્લભ સંઘાણી, અશોક સામજી પાંભરને રૂા.7660 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ચૌદમો દરોડો, કાલાવડ તાલુકાના ખડ ધોરાજીમાંથી જૂગાર રમતા ખીમા માલદે ડાંગર, અરવિંદ જીવા ખરા, ખોડુ અમરા ખરાને રૂા.7210 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ નાશી ગયેલા સાગર નાનજી બોખાણી, અજય સંજય સોલંકી, હિતેશ સંજય સોલંકી, મનસુખ મુકેશ સોંદરવા સહિત આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પંદરમો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી સુભાષપરા વિસ્તારમાંથી જૂગાર રમતા જીતુ હરદેવ શુકલા, દિપક જીતુ શુકલા, ઈમ્તીયાઝ બોદુ શેખ, જેન્તી રાયસંગ સવાસડિયા અને જગદીશ વિઠલ ભુત નામના પાંચ શખ્સોને રૂા.3500 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

સોળમો દરોડો, કાલાવડ તાલુકાના સરવાણિયા ગામમાંથી બિપીન વશરામ ચૌહાણ, હેમંત દલપત ચૌહાણ, રવિ ભાણા ચૌહાણ, લવજી વિરજી મુછડિયા, ભાવેશ માવજી વઘેરાને રૂા.2530 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

સતરમો દરોડો, જામનગર તાલુકાના બેડ ગામમાંથી કાના મંગરા પાસીયા, પ્રકાશકુમાર પ્રેમશંકર વ્યાસ અને સોડા વાલા પાસીયા નામના ત્રણ શખ્સોને રૂા.2940 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ અજય મનસુખ નામના નાશી ગયેલા શખ્સ સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular