દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે જુગારના અખાડા પર પોલીસે રેઇડ દરમ્યાન સાત શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા. 33,800નો મુદામાલ કબ્જે કર્યો હતો.
જુગાર દરોડાની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વડત્રા ગામના ઝાપા પાસે તળાવની બાજુમાં આવેલા સાજણ આલા ચાવડાના કબજા ભોગવટાની વાડીના રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સ્થળેથી પોલીસે સાજણ આલા ચાવડા, અંકિત ભાનુભાઈ પટેલ, પ્રવિણસિંહ સુરુભા જાડેજા, કાના નારણ ચંદ્રવાડિયા, હરદેવસિંહ અજીતસિંહ જાડેજા, રાજભા પ્રતાપસિંહ રાઠોડ અને અરજણ કરસન આંબલીયા નામના સાત શખ્સોને ઝડપી લઇ, રૂ. 33,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જમોડ, અરજણભાઈ આંબલીયા અને યોગરાજસિંહ ઝાલાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


