ભાણવડ તાલુકાના ચોખંડા ગામે ગઈકાલે સ્થાનિક પોલીસે એક જુગારના અખાડા પર દરોડો પાડી 1.05 પાંચ લાખના મુદ્દામાલ સાથે સાત શખ્સોને દબોચી લીધા હતા.
ભાણવડ તાલુકાના ચોખંડા ગામે જુગાર રમવામાં આવી રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્થાનિક પોલીસે ચોખંડા ગામના રહીશ અમરસિંહ સવાભાઈ વઘોરા નામના 42 વર્ષના એક શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ઉપરોક્ત શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, ચલાવતા જુગારના અખાડામાં ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ચેતન ઉર્ફે કાનો જમનાદાસ સવજાણી, બજાણા ગામના મનસુખ ચનાભાઈ સાગઠીયા, વિરમદળ ગામના લખમણ પબાભાઈ વાઢેર, ધરારનગરમાં રહેતા મનસુખલાલ મોરારજી ઉદેશી, અત્રે શક્તિનગર વિસ્તારમાં રહેતા હમીર કેસુરભાઈ કાંબરિયા અને લલીયા ગામના ધારા જેઠા ધારાણી નામના કુલ સાત શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ 15,200 રોકડા તથા રૂપિયા પાંચ હજારની કિંમતના છ નંગ મોબાઇલ ફોન ઉપરાંત 85 હજારની કિંમતની ત્રણ નંગ મોટરસાયકલ મળી કુલ રૂા.1,05,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે ભાણવડ પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી એ.એસ.આઈ. કે.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ભાણવડના ચોખંડા ગામે જૂગારના અખાડા પર પોલીસનો દરોડો
સાત શખ્સો ઝડપાયા: 1.05 લાખનો મુદ્દામાલ કબજે