આજે 21 ઓકટોબરના દિવસે પોલીસ સ્મૃતિ દિવસ અંતર્ગત જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેજા હેઠળ પોલીસ હેડકવાર્ટર ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય આંતરિક સુરક્ષાની ફરજ બજાવવામાં પોતાનું જીવન સમર્પિત કરનારા તમામ શહીદ બહાદૂર પોલીસ કર્મચારીઓને પોલીસ અધિક્ષક તથા કર્મચારીઓ દ્વારા હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.