હિન્દુઓના પવિત્ર પર્વ રક્ષાબંધનની ગઈકાલે ઠેર-ઠેર આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત દ્વારકા સ્થિત વિશ્ર્વ વિખ્યાત જગત મંદિરની સુરક્ષા કાજે ખડેપગે રહેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને રવિવારે બળેવ પૂનમ નિમિત્તે સ્થાનિક મંદિરના પૂજારીની પુત્રી દ્વારા રાખડી બાંધી, શુભકામનાઓ પાઠવી હતી. રક્ષાબંધન નિમિત્તે દ્વારકા મંદિરના જાંબાઝ ડીવાયએસપી સમીર સારડા દ્વારા પૂર્વ સંધ્યાએ તેમના બહેન પાસે રાખડી બંધાવી, અને પૂનમ તથા બળેવ નિમિત્તે દ્વારકામાં નોંધપાત્ર ટ્રાફિક હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા વહેલી સવારથી ફરજ પર હાજર થઇ ગયા હતા. અહીં તેમણે પુજારી પરિવારના પુત્રીના હાથે રાખડી બંધાવી, મોં મીઠા કરાવી, લાગો- ટકો આપ્યો હતો.