જામનગર પંચકોશી બી ડીવીઝન પોલીસે એક આરોપી તથા કાયદાથી સંઘર્ષિત કિશોરને રોકડ, સોનાનો હાર તથા મોબાઇલ ફોન સહિતના ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર પંચ બી ડીવીઝનમાં નોંધાયેલ ચોરીના કેસની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સો દરેડ સીએનજી પેટ્રોલ પંપ હોવાની પંચકોશી બી ડીવીઝનના એએસઆઈ એમ.એલ. જાડેજા તથા હેકો નિર્મલસિંહ જાડેજા, સુમિતભાઈ શિયારને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ પીઆઇ એમ.બી. ગજ્જર, પીએસઆઈ એમ.એ. મોરી, એએસઆઈ મહિપાલસિંહ જાડેજા, હેકો નિર્મલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ જાડેજા, પો.કો. સુનિલભાઈ શિયાર, મહાવીરસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા તથા જયદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન વિપુલ ઉર્ફે ભુટો કાના રાઠોડ તથા અન્ય એક કાયદાથી સંઘર્ષિત કિશોરને રૂા.20 હજારની રોકડ રકમ, રૂા.71,550 ની કિંમતનો સોનાનો હાર, રૂા.10 હજારની કિંમતના બે નંગ મોબાઇલ ફોન તથા રૂા.32,000ની કિંમતના અન્ય આઠ નંગ મોબાઇલ ફોન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.