Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર એસપીનું ફેક એકાઉન્ટ બનાવનારને ઝડપી લેતી પોલીસ - VIDEO

જામનગર એસપીનું ફેક એકાઉન્ટ બનાવનારને ઝડપી લેતી પોલીસ – VIDEO

- Advertisement -

જામનગર જિલ્લા પોલીસવડાના નામનું ફેક ફેસબુક આઈડી બનાવનાર ગેંગના આરોપીને જામનગર સાયબર ક્રાઈમ પોલીસે રાજસ્થાન ખાતેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -

 

આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુનું નામ અને ફોટાનો ઉપયોગ કરી ફેસબુક પ્લેટફોમ ઉપર Pemsukh Delu IPS નામવાળી ફેકઆઈડી બનાવી પોલીસ ઓફિસર તરીકેની ખોટી ઓળખ ઉભી કરી અને ઠગાઈ કરવાના ઈરાદાથી આઈડી પરથી વેંચાણ અર્થે વસ્તુઓની ખોટી પોસ્ટ કરી ગુનો કર્યો હોય. જે અંગે સાયબર પોલીસ સ્ટાફ સતત તપાસમાં હતો. રાજ્યમાં સાયબર ક્રાઈમ અને ફેક પ્રોફાઈલના નામે થતી છેતરપિંડી અને ગુના અંગે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસના પીઆઈ આઈ.એ. ધાસુરાની સૂચનાથી વાયરલેસ પીએસઆઇ આર બી ટાંક, તથા જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટાફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સતત મોનીટરીંગ રાખી રહ્યા હતાં. જેમાં જિલ્લા પોલીસવડાના ફેક ફેસબુક એકાઉન્ટ અંગેની તપાસ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.કે. ઝાલા, હેકો ભગીરથસિંહ જાડેજા, રાજેશભાઈ પરમાર, કુલદિપસિંહ સોઢા સહિતના સ્ટાફ દ્વારા સોશિયલ મીડિયામાં ફેસબુક ઉપર આરોપીએ બનાવેલ ફેકઆઈડીની માહિતી મંગાવી તેનું ટેકનિકલ એનાલીસીસ કરી તેમજ હ્યુમન સોર્સિસથી માહિતી એકત્ર કરી આરોપી ઈરસાન ફજ્જાર ખાન નામના 24 વર્ષના શખ્સને રાજસ્થાન રાજ્યના અરવલ તાલુકાના કકરાલી ગામ ખાતેથી ઝડપી લીધો હતો.

- Advertisement -

સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા પ્રજાજોગ સંદેશ સાથે જણાવ્યું છે કે, સાયબર અપરાધીઓ દ્વારા સોશ્યલ મીડીયા પ્લેટફોમ પર આર્મી નેવી, એરફોસ, પોલીસ તેમજ કસ્ટમ અધીકારીઓના નામ તથા હોદાનો ઉપયોગ કરી ફેક પ્રોફાઇલ આઇ.ડી. બનાવી ઘરવખરીનો જુનો સામાન મોબાઈલ, સ્કુટર/મોટરસાઈકલ કે અન્ય જુની ચીજ વસ્તુઓ વેચાણ માટેની જાહેરાત આપી લોકોનો વિશ્વાસ કેળવી તેઓ સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતી હોય છે. જેથી આવી સોશ્યલ મિડીયા પ્લેટફોમ પરની જાહેરાત/પોસ્ટ ની ખરાઈ કરી રૂબરૂ મુલાકાત કરી ત્યારબાદ જ નાણાકીય વ્યવહાર કરવો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular