જામનગર શહેરમાં થયેલ ચોરીના કેસમાં સીટી એ પોલીસે બે મહિલાઓને સોનાના પેન્ડલ, રોકડ તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂા.48 હજારની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના પ્રદર્શન ગાઉન્ડમાં ખીસ્સા કાતરુ જેવી બે મહિલાઓ આટાફેરા કરતી હોવાની સીટી એ ના હેકો રવિરાજસિંહ જાડેજા, પો.કો. વિક્રમસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન મુજબ સીટી એ પીઆઇ એન. એ. ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, હિતેશ સાગઠિયા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન ભાવુબેન કારુભાઈ વાઘેલા તથા રેખા મનિષ ઉર્ફે મુન્ના જાદુ પરમાર નામની બે મહિલાને રૂા.8000 ની કિંમતની એક નંગ રૂદ્રાક્ષના પાળાવાળુ સોનાનું પેન્ડલ, રૂા.3000 હજારની કિંમતનું લાલ પાનવાુ ૐવાળુ પેન્ડલ, રૂા.2000 ની કિંમતનું હાઈ નામવાળુ સોનાનું પેન્ડલ, રૂા.7000 ની રોકડ રકમ તથા રૂા.28 હજારની કિંમતના ચાર નંગ મોબાઇલ સહિત કુલ રૂા.48 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.