જામનગર તાલુકાના સીક્કા ગામમાં થયેલી ઘરફોડ ચોરીના બનાવમાં કોપર એસ સાથે જામનગરના તસ્કરને અશોક લેલેન્ડ વાહન તથા ચોરાઉ મુદ્દામાલ સહિત રૂા.3,82,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતાં અને ખેતી કામ કરતા અલ્તાફ બોદુભાઈ પતાણી નામના યુવાનની જીવાપર ગામની સીમમાં આવેલા ખેતરના ગોડાઉનમાંથી ગત તા. 17 ના મધ્યરાત્રિથી તા.20 ના સવારે 11 વાગ્યા સુધીના સમયમાં અજાણ્યા તસ્કરોએ ગોડાઉનનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ગોડાઉનમાં રહેલાં રૂા.87,500 ની કિંમતનો 350 કિલોગ્રામ કોપર એસ ની ચોરી કરી લઇ ગયા હતાં. ત્યારબાદ ચોરીની જાણ થતા યુવાને પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઈ આર.ડી.રબારી, પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન હેકો જીતેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, પો.કો. રઘુવીરસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઈ આર.ડી.રબારી, પીએસઆઈ એ.વી. સરવૈયા, હેકો જીતેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, પો.કો. જયપાલસિંહ જાડેજા, લાલજીભાઈ રાતડિયા, વિજયભાઈ કારેણા, દિલીપસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં રીઝવાન હનીફ ખીરા નામના તસ્કરને જીજે-13-એડબલ્યુ-4926 નંબરના અશોક લેલેન્ડ પીકઅપ વાહન સાથે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.82,250 ની કિંમતના 329 કિલો કોપર એસ મળી આવતા પોલીસે રૂા.3,82,250 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.