Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ચા ની હોટલમાંથી બાળમજૂરને મુકત કરાવતી પોલીસ

જામનગર શહેરમાં ચા ની હોટલમાંથી બાળમજૂરને મુકત કરાવતી પોલીસ

સુપરમાર્કેટના ગેઈટ પાસે મનસુખ ભારથી હોટલમાંથી બાળમજૂર મળી આવ્યો : હોટલના સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના બેડી ગેઈટ વિસ્તારમાં સુપરમાર્કેટ સામે આવેલી ચા ની હોટલમાંથી તંત્રએ સગીરને બાળમજૂરીમાંથી મુકત કરાવી હોટલ સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટોમાં સગીરો પાસે બાળમજૂરી કરાવતા હોવાની જાણના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા બાળમજૂરી અટકાવવા કડક અભિયાન અંતર્ગત એએચટીયુ પીઆઇ એન ડી સોલંકી, એએસઆઈ રણમલભાઈ ગઢવી, હેકો રાજદિપસિંહ ઝાલા, મહિલા પો.કો. કિરણબેન મેરાણી અને ભાવનાબેન સાબડિયા સહિતના સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન જામનગરના બેડી ગેઈટ સુપરમાર્કેટના ગેઈટ સામે આવેલી મનસુખ ભારથી ચા ની હોટલમાં 16 વર્ષથી નાની ઉમરનો સગીર બાળમજૂરી કરતો હોવાની જણાતા પોલીસ ટીમે સગીરને બાળમજૂરીમાંથી મુકત કરાવી ચા ની હોટલના સંચાલક ગોગન ઉકા બોસરીયા (ઉ.વ.40) (રહે. ખોજાબેરાજા, જિ.જામનગર) વિરૂધ્ધ જુવેનાઈનલ જસ્ટિસ એકટ 2015 ની કલમ 79 મુજબ કાર્યવાહી કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular