Saturday, February 14, 2026
Homeરાજ્યજામનગરમહા શિવરાત્રી પર્વને લઇ જામનગરમાં પોલીસનું ફુટપેટ્રોલીંગ - VIDEO

મહા શિવરાત્રી પર્વને લઇ જામનગરમાં પોલીસનું ફુટપેટ્રોલીંગ – VIDEO

ડિવાયએસપી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો જોડાયો

જામનગરમાં આવતીકાલે મહા શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે શહેરમાં શાંતિ અને સલામતી જળવાય રહે અને શહેરીજનો મહા શિવરાત્રી પર્વની ઉજવણી કરી શકે તે માટે પોલીસ પણ સતર્ક છે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ એલર્ટ છે મહા શિવરાત્રી પર્વને લઇ આજરોજ જામનગર પોલીસ દ્વારા ફુટપેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. ડીવાયએસપી, પીઆઇ સહિતના કાફલા દ્વારા દરબારગઢ સહિતના વિસ્તારોમાં ફુટપેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

 

જામનગર શહેરમાં આવનારી મહાશિવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અખંડિત રહે તે માટે આગોતરા સજ્જતા દાખવવામાં આવી છે. દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે શહેરમાં ભવ્ય શોભાયાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થતી હોવાને કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

- Advertisement -

પર્વના એક દિવસ પૂર્વે સાંજે શોભાયાત્રાના નિર્ધારિત રૂટ પર પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. શહેરના મુખ્ય માર્ગો, ચોક-ચોરાહા, મુખ્ય માર્ગ, બજાર અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસના મોટા કાફલા સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શ્રદ્ધાળુઓ નિર્ભય વાતાવરણમાં ઉત્સવ ઉજવી શકે.

આ કામગીરીમાં ડીવાયએસપી, એલસીબી, એસઓજી, સિટી ‘એ’ સહિતની વિવિધ શાખાના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સક્રિય રીતે જોડાયા હતા. પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ સ્થાનિક નાગરિકો અને વેપારીઓને શાંતિ અને સહકાર જાળવવા અપીલ કરવામાં આવી હતી.

- Advertisement -

પોલીસ તંત્રએ મહાશિવરાત્રીના દિવસે પણ સતત બંદોબસ્ત રહેશે તેવી ખાતરી આપતા જણાવ્યું કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular