Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરાજયના પાટનગરમાં માસ્ક ન પહેર્યા હોય એવા રાજકીય પક્ષોના કાર્યકરોને પોલીસ દંડ...

રાજયના પાટનગરમાં માસ્ક ન પહેર્યા હોય એવા રાજકીય પક્ષોના કાર્યકરોને પોલીસ દંડ કરતી નથી !

ગાંધીનગરમાં ચૂંટણી અને કોરોના વચ્ચે સ્પર્ધા ચાલે છે

- Advertisement -

માસ્ક અને સોશલ ડિસ્ટંસના પાલન સાથે કોરોનાને હરાવાનો છે. આ પ્રકારની સૂફીયાણી સલાહ શાસકપક્ષના દિગ્ગજ નેતાઓ અવાર-નવાર આપે છે. પરંતુ ભાજપના દિગ્ગજોની આ સૂફીયાણી સલાહના પક્ષના જ કાર્યકર્તાઓએ ધજાગરા ઉડાવ્યા છે. ગાંધીનગરના રાયસણમાં આવેલા પાર્ટી પ્લોટમાં ભાજપનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો ખભ્ભે ખેસ પહેરવાનું તો સમજ્યા પરંતુ મોઢા પર માસ્ક પહેરવાનું ન સમજ્યા. સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવાનું સમજ્યા ન હતા.

- Advertisement -

આ તો હજુ ચૂંટણીની શરૂઆત જ છે. ત્યાં જ આ પ્રકારના રાજકીય પક્ષોના તમાશા શરૂ થયા છે. ત્યારે ચૂંટણી નજીક આવતા આ રાજકીય પાર્ટીઓ શું શું કરશે તે તો જોવું જ રહ્યુ. સામાન્ય જનતા માસ્ક ન પહેરે તો તેમના સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ગાંધીનગરમાં જ યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસે કેમ કોઈ કાર્યવાહી ન કરી ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું ગાંધીનગર પોલીસ માસ્ક વગર દેખાતા આ કાર્યકરો સામે કોઈ કાર્યવાહી કરશે ?

નોંધનીય છે કે, ગાંધીનગર મનપાની ચૂંટણી વચ્ચે કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થયો છે. છેલ્લા 48 કલાકમાં ગાંધીનગરમાં કોરોનાના નવા 100 કેસ નોંધાયા છે. સચિવાલયમાં મંગળવારે કરવામાં આવેલા રેપિડ ટેસ્ટમાં 30થી વધુ લોકો સંક્રમિત થયા છે. તો સરકીટ હાઉસમાં 14 લોકો કોરોના સંક્રમિત થયા છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે ગાંધીનગરમાં યોજાનાર ચૂંટણીથી હજુ પણ સંક્રમણ વધવાની શક્યતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular