જામનગરની જી.જી.હોસ્પિટલમાં યૌન શોષણના આક્ષેપો બાદ આજરોજ જામનગરના વોર્ડ નં.1ના કોર્પોરેટર નુરમામદ પલેજા દ્વારા યૌન શોષણ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જી.જી.હોસ્પિટલમાં કોવિડમાં ફરજ બજાવેલ મહિલા એટેન્ડન્ટ સાથે યૌન શોષણ થયું હોય આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આ ઘટનામાં તપાસ દરમિયાન જે કોઇપણના નામ ખુલ્લે તેમની સામે વોર્ડ નં.1ના કોર્પોરેટર નુરમામદ પલેજા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ તકે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, ધવલભાઇ નંદા, સહારાબેન મકવાણા, મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા, એડવોકેટ હારૂન પલેજા, નર્મદાબેન મંડોરા, ભાગેશ્ર્વરબા જાડેજા, ઓબીસી પ્રમુખ સુભાષભાઇ ગુજરાતી, ઓબીસી 79-પ્રમુખ સંજયભાઇ કાંબરિયા, ઓબીસી 78-પ્રમુખ રામદેભાઇ ઓડેદરા, કોંગ્રેસ પ્રવકતા ભરતભાઇ વાળા, અબરારભાઇ ગજીયા, પિયુષભાઇ પરમાર, ધિરેનભાઇ નંદા, અલ્તાફભાઇ ખીરા, સબીરભાઇ ચાવડા, સમીરભાઇ સંઘાર સહિતના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.