જામનગર શહેરમાં જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક શાળાના પટાવાળા તરીકે ફરજ બજાવતા અને પટણી જમાતના સેક્રેટરી દ્વારા ક્ધયાઓને બેસાડવાના રૂમની વ્યવસ્થા ન હોવાથી તડકામાં બેસાડતા હતાં જે ફોટો સમાજના આગેવાનો અને જિલ્લા શિક્ષણ અધિકારીને બતાવ્યાનો ખાર રાખી ટ્રસ્ટના હોદ્દેદારોએ માર મારતા પ્રૌઢે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરની સેટેલાઈટ સોસાયટી રહેતાં અને જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક શાળાના પટાવાળા તરીકે અને પટણી જમાતના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા મહમદયુસુફ અબ્દુલકરીમ પંજા (ઉ.વ.57) નામના પ્રૌઢ એ થોડા દિવસ અગાઉ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ સંચાલિત શાળામાં ક્ધયાઓને બેસાડવા માટે રૂમની વ્યવસ્થા ન હોય જેથી તેઓના કલાસ મેદાનમાં તડકામાં બેસાડતા હતાં. જે બાબતનો ફોટો પાડી પ્રૌઢે મુસ્લિમ સમાજના આગેવાનો અને જિલ્લા શિક્ષણ અધિકારીને બતાવ્યો હતો. આ સંદર્ભનો ખાર રાખી જુમ્મા મસ્જિદ ટ્રસ્ટના પ્રમુખ રસિદભાઈ મહમદ હનિફ લુસવાલા મેમણ અને મુસ્તાખફી, અખતર ઉર્ફે મુનિયો બાદશાહ સહિતના ચાર વ્યક્તિઓએ પ્રૌઢની માફી મંગાવી હતી અને અખતરે ઝાપટ મારી ધમકી આપી માફી મંગાવ્યોનો વીડિયો વાયરલ કરાયાનું મનમાં લાગી આવતા મહદમ યુસુફ નામના પ્રૌઢે ઓલ આઉટ લીકવીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હેકો આર ડી જાડેજા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.