જામનગર-ખંભાળિયા બાયપાસ પર કનસુમરા ગામના પાટીયા પાસે કારખાનામાં આવેલા ટેન્કરચાલકે ઔદ્યોગિક ગંદા પાણીનો યોગ્ય નિકાલ નહીં કરી વરસાદી પાણીના નિકાલની ગટરમાં છોડવાનો પ્રયાસ કરતા પોલીસે ટેન્કર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયા નજીક આવેલા પરફેકટ ક્રાફટ નામના કારખાનામાં સોમવારે સાંજના સમયે જીજે-23-બી-2835 નંબરના ટેન્કરના ચાલક મોરી રામા કરશન તેનું ટેન્કરમાં ઔદ્યોગિક ગંદુ પાણી જે સરકારી ધારા-ધોરણ મુજબ યોગ્ય નિકાલ કરવાના બદલે પ્લોટ નં.477 પાસે આવેલી જાહેર ઔદ્યોગિક વરસાદી પાણીના નિકાલની ગટરમાં ખાલી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગટરમાં એસિડિક (ગંદુ પાણી) છોડવાથી લોકોના સ્વાસ્થ્યને હાની પહોંચે અને કુદરતી હવા તથા પર્યાવરણ તેમજ પાણીને પ્રદુષિત કરવાના ગુનામાં પોલીસે કૃણાલ તન્નાની ફરિયાદના આધારે ગુનો નોંધી ટેન્કર ચાલક સામે આઈપીસી 269, 278, 284, 511, 114 અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમન 1986 ની કલમ 15 (1) મુજબ મોરી રામા વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.