જામનગર પોલીસે સચાણા વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરી વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. તેમજ દસ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા. તથા પાંચ વાહનચાલકોને દંડ પણ ફટકાર્યો હતો.
View this post on Instagram
જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક જામનગર (ગ્રામ્ય)ની અઘ્યક્ષતામાં ગ્રામ્ય ડિવિઝનના પંચ ‘એ’ પોલીસ સ્ટેશન, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન, કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન, ધ્રોલ પોલીસ સ્ટેશન તથા જોડિયા પોલીસ સ્ટેશનના અધિકારી તથા પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ત્રણ ટીમો બનાવી સચાણા ગામમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મિલકત સંબંધિત આરોપીઓ, એનડીપીએસ સંબંધિત આરોપીઓ, એમસીઆર સંબંધિત શખ્સોના આરોપીઓ તથા શરીરસંબંધિત ગુનાઓના આરોપીઓને ચેક કરાયા હતા. તેમજ સચાણા ગામમાં વાહન ચેકિંગ હાથ ધરી દસ જેટલા વાહનો ડિટેઇન કરી પાંચ વાહનચાલકોને સમાધાન શૂલ્કપેટે રૂા. 2100નો રોકડ દંડ પણ ફટકાર્યો હતો. કોમ્બીંગ દરમ્યાન સમન્સની બજવણી પણ કરાઇ હતી.


