જામનગર શહેર અને જિલ્લામાં થોડા સમયથી વધી રહેલા હત્યા, ચોરી અને હુમલાના બનાવોને ધ્યાનમાં રાખીને ગુનાખોરી ડામવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ વડાની કચેરી ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના ડીવાયએસપી પોલીસ ઈન્સ્પેકટરો, સબ ઈન્સ્પેકટરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. પોલીસ વડાની ક્રાઈમ કોન્ફરન્સમાં વધતાં જતાં ગુનાઓ ડામવા માટે જરૂરી સૂચનો અને તાકીદ કરવામાં આવી હતી. તેમજ પોલીસ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે આદેશ આપવામાં આવ્યા હતાં. ક્રાઈમ કોન્ફરન્સમાં શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય ડીવાયએસપી આર બી દેવધા તથા નયનાબેન ગોરડીયા અને ડીવાયએસપી વી.કે. પંડયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.