જામનગર તાલુકાના દિગ્વીજય ગ્રામ સીક્કામાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ચાર શખ્સોને જૂગાર રમતા ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દિગ્વીજય ગ્રામ સીક્કામાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે રેઈડ દરમિયાન પોલીસે આનંધ્ વાઘજી રાઠોડ, રામચંદ્રન સંથાનામ ઐયર, જેઠા રાજા માતંગ અને આલજી ઉર્ફે આલા પીઠા સોલંકી નામના ચાર શખ્સોને રૂા. 950 ની રોકડ રકમ તથા ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.