જામજોધપુરના ધ્રાફા ગામ નજીકથી પોલીસે તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.47,050 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલ શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગરના ગોકુલનગરમાંથી બે શખ્સોને રૂા.30,530 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો ધ્રાફાથી નંદાણા ગામ તરફ જતા રોડ પર ધ્રાફા ગામની બોથારી સીમમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન બાવનજી નાગજી ખાંટ, દિલીપ વીરા હુણ, નિલેશ રસિક સાંગેચા, ટપુ કેશુ ગંભીર નામના ચાર શખ્સોને રૂા.12,050 રોકડા તથા રૂા. 10 હજારની કિંમતના એક નંગ મોબાઇલ અને રૂા.25 હજારની કિંમતના એક મોટરસાઈકલ મળી કુલ રૂા. 47,050 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રેઈડ દરમિયાન વિજય ગોરા સોલંકી નામનો શખ્સ નાશી ગયો હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરમાં ગોકુલનગર ખોડિયારનગર હીરલ પાનની બાજુના વિસ્તારમાં વર્લી મટકાનો જૂગાર રમી પૈસાની હારજીત કરાતી હોવાની મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન સુનિલ સતિષ છીપરીયા અને ધનજી હરીલાલ ડાભી નામના બે શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10,530 ની રોકડ તથા રૂા.20 હજારની કિંમતના બે નંગ મોબાઇલ અને વર્લીનું સાહિત્ય મળી કુલ રૂા. 30,530 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.