બેડીના જોડિયા ભૂંગામાં જૂથ અથડામણ સર્જાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

બે ટોળા સામસામે આવી કાચની બોટલો અને પથ્થરો સામસામે ફેંકતા તંગદિલી સર્જાઈ હતી. આ જૂથ અથડામણમાં મહિલાઓ સહિત એક ડઝન જેટલા વ્યક્તિઓને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


