જામનગરમાં થયેલ ઘરફોડ ચોરીના કેસમાં સિટી સી પોલીસે એક શખ્સને રૂા.2,50,000 ની રોકડ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના હિરજી મિસ્ત્રી રોડ એકતા એપાર્ટમેન્ટ સી ગ્રાઉન્ડ ફલોર નંબર 1 માં ફરિયાદીના રહેણાંક મકાનમાં કબાટમાંથી રૂા.2,50,000 ની રોકડ રકમની ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં સર્વેલન્સ સ્કવોર્ડ દ્વારા સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં સિટી સીના હેકો યશપાલસિંહ જાડેજા, હેકો યોગરાજસિંહ રાણા, પો.કો. મહાવીરસિંહ જાડેજાને આરોપી કામદાર કોલોની શેરી નંબર 8 પાસે હોય અને ચોરી કરેલ રૂપિયા સગેવડે કરવાની ફિરાકમાં હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી સી ડીવીઝનના પીઆઈ આઈ.એ. ધાસુરા, હેકો યશપાલસિંહ જાડેજા, ખીમશીભાઈ ડાંગર, ફૈઝલભાઈ ચાવડા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, પો.કો. હોમદેવસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ તથા હર્ષદભાઈ પરમાર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ક્રિશ નિતેશ મંગે નામના શખ્સને ઝડપી લઇ રૂા.2,50,000 ની રોકડ રકમ કબ્જે કરી હતી.